Monthly Archives: May 2012

oldest mosque of India : Village Ghogha ,Dist.Bhavnagar.Gujarat,India

oldest mosque of India : Village Ghogha ,Dist.Bhavnagar.Gujarat,India

Over view of Mosque

Brief History of Oldest Masjit of India

Prof. Mehboob Desai

The first Arab traders landed at Ghogha, (Bhavangar, Gujrat India) around the early seventh century and built a masjid here. This was the time when Qibla (direction to be faced while offering namaaz,) of the Muslims was Jerusalem instead of Mecca. For a brief period of 16 to 17 months, between 622 and 624 A.D., after Hijra (migration) to Medina, the Prophet (SALLALLAHU ALAIHE WASALLAM) and his believers faced Jerusalem while offering namaaz. This ancient masjid, locally known as the Baarwaada Masjid or Juni Masjid, was built during this period and is one of the oldest if not the oldest masjid in India. Later the Prophet (SALLALLAHU ALAIHE WASALLAM) received Wahi (Revelation) commanding him to change the orientation point from Jerusalem in the north to Mecca in the south. This masjid, therefore, predates all the other masjids in India whose mehrab face Mecca. This ancient masjid also bears the oldest Arabic inscriptions in India. The masjid falls under the care of Barwaada Jammat.

ઘોઘામાં મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ના સમયની મસ્જિત

ડૉ.મહેબૂબ દેસાઈ

ઇસ્લામના અનુયાયીઓ નમાઝ જે દિશા તરફ મુખ રાખી પઢે છે. અને જે દિશામાં સિજદો અર્થાત મસ્તક ઝુકાવે છે તેને કિબ્લાહ કહે છે. કિબ્લાહ અર્થાત કાબા (મક્કા,સાઉદી અરેબિયા) જ્યાં હજરે અસ્વદ સ્થાપિત છે.અને જેના તરફ મુખ રાખી વિશ્વનો દરેક મુસ્લિમ નમાઝ પઢે છે. પરંતુ ઇસ્લામના આરંભના કાળમાં અર્થાત શરૂઆતના તેર વર્ષો સુધી મહંમદ સાહેબ અને તમામ અનુયાયીઓ બૈતુલ મુકદ્સ (જેરુસાલેમ, ઇઝરાઈલ) તરફ મુખ રાખી નમાઝ પઢતા હતા.

હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઈ.સ. ૬૧૦મા વહી (ખુદાનો સંદેશ)ઉતરવાનો આરંભ થયો.   એ પછી નમાઝનો આદેશ ઉતર્યો. પરિણામે મહંમદ સાહેબે અને તેમના અનુયાયીઓએ બૈતુલ મુકદ્સ તરફ મુખ રાખી નમાઝ પઢવાની શરૂઆત કરી. બયતુલ મુકદ્સએ યહુદીઓનો કિબ્લો હતો. પરિણામે મહંમદ સાહેબ વારંવાર આકાશ તરફ મુખ કરી ખુદાને કિબ્લો બદલવા દુવા માંગતા હતા. હિજરી સન ૨ના ૧૬ માસ પછી મહંમદ સાહેબ પર ખુદાની એ આયાત ઉતરી. તેમાં કહ્યું હતું,

“હે નબી, અમે આપના મુખનું વારવાર આકાશ તરફ ઊંચું થવું જોઈએ છીએ, તો આપ રાજી છો એ કિબલા તરફ અમે આપનું મુખ ફેરવી દઈશું.તો હવે નમાઝમાં આપ પોતાનું મુખ મસ્જિત-એ-હરમ તરફ (અર્થાત કાબાહ) કરતા રહો. અને હે મુસલમાનો ! તમે ગમે ત્યાં હો તમારા મુખો દરેક નમાઝમાં એ જ તરફ કર્યા કરો (સુરતુલ બકરાહ,પારાહ-૨,આયાત ૧૪૪)”

ખુદાના આ આદેશ પછી ૧૧ ફેબ્રુઆરી ઈ.સ.૬૨૪થી મહંમદ સાહેબે કાબાહ તરફ મુખ કરી નમાઝ પઢવાનો આરંભ કાર્યો. આજે દુનિયાનો દરેક મુસ્લિમ કાબાહ તરફ મુખ રાખી નમાઝ પઢે છે. પણ શરૂઆતના તેર વર્ષો એટલે કે ઈ.સ.૬૧૦ થી ૬૨૩ સુધી વિશ્વનો દરેક મુસ્લિમ બૈતુલ મુકદ્સ તરફ મુખ રાખી નમાઝ પઢતો હતો.

આ વર્ષો દરમિયાન અરબસ્તાનના મુસ્લિમ વેપારીઓ દેશ વિદેશમાં વહાણો લઈ દરિયાઈ માર્ગે વેપાર કરવા જતા.ગુજરાતનો દરિયા કિનારો એ માટે પ્રસિદ્ધ હતો. ખંભાત, સુરત અને ઘોઘા જેવા બંદરો એ માટે જાણીતા હતા. ઘોઘાનો ઉલ્લેખ સૌ પ્રથમ ગુંદીગઢ તરીકે વલ્ભી રાજકાળ (ઈ.સ. ૪૮૦-૭૨૦) દરમિયાન જોવા મળે છે. ઘોઘાએ અનેક રાજદ્વારી હકુમતો જોઈ છે. ગુજરાતનો જૂનામાં જુનો અરબી શિલાલેખ ઈ.સ. ૬૭૭નો ઘોઘામાંથી મળી આવ્યો છે. જે આરબોના આક્રમણ અને તેના આગમનનો નિર્દેશ કરે છે. ઇ.સ. ૬૩૬મા ઘોઘા ઉપર આરબોનું આક્રમણ થયું હતું. હિ.સ. ૫૭ ઈ.સ. ૬૭૭મા અરબસ્તાનના સેનાધિપતિ ઇસ્માઇલે ઘોઘા ઉપર ચડાઈ કરી હતી. ભારે વિગ્રહમા ઈસ્માઈલ અને સરદાર યાકુબ શાહિદ થયા હતા. આનો આધાર આપતો એક શિલાલેખ ઘોઘામાં છે. આરસના એ શિલાલેખ પર અરબી લીપીમા  લખ્યું છે,

“હિ.સ. ૫૭ (ઈ.સ. ૬૭૭) મા સિપાહસાલાર ઈસ્માઈલ એક બળવાન ફોજ સાથે ઘોઘા ઉપર ઉતરી આવ્યો. અહીના હિંદુ રાજા સાથે એક  મહાન જંગ ખેલાયો. બંને તરફ પુષ્કળ માણસો માર્યા ગયા. જેમાં સિપાઈસાલાર ઈસ્માઈલ અને તેનો સરદાર યાકુબ મદની વગેરે ઘણાં ખપી ગયા.”

આજે પણ ૧૫૦૦ની વસ્તી ધરાવનાર ઘોઘામાં દરેક મહોલ્લાહમાં કબરો છે. દરિયા કિનારે આવેલ મોટા કબ્રસ્તાનની કબરો પર  હિજરી સન સાત થી ૧૨૮ સુધીની શિલાલેખો જોવા મળે છે.ઘોઘાના દરિયા કિનારે આવેલા લાઈટ હાઉસમા પણ પાંચ કબરો આવેલી છે. આ તમામ બાબતો દર્શાવે છે કે ઘોઘા ઉપર આરબો વેપાર અને ચડાઈ અર્થે આવતા હતા. ઇસ્લામના આરંભના તબક્કામાં પણ આરબો ઘોઘાના બંદર આવ્યા હશે. અને પોતાના પ્રાથના ગૃહ તરીકે તેમણે બૈતુલ મુકદ્સ તરફના કિબલાવાળી આ નાનકડી મસ્જિત બનાવી હશે. ૧૪૦૦ વર્ષ પૂર્વેની આ મસ્જિત આજે પણ ભાવનગર જિલ્લાના ઘોઘા ગામના બારવાડા મહોલ્લામાં ખંડેર હાલતમાં હયાત છે.

અત્યંત જર્જરિત હાલતમાં ભાસતી આ મસ્જિતનો કિબ્લો બૈતુલ મુકદ્સ (જેરુસાલેમ, ઇઝરાઈલ) તરફ છે. ઇસ્લામમાં બૈતુલ મુકદ્સ તરફ મુખ રાખીને નમાઝ પઢવાનો નિયમ ઉપર જણાવ્યા મુજબ ઈ.સ.૬૧૦ થી ૬૨૩નો ઇસ્લામિક ઇતિહાસમાં નોંધાયેલો છે. ઈ.સ. ૬૨૪મા કાબાહ તરફ મુખ રાખીને નમાઝ પઢવાનો આરંભ થયો હતો. એ દ્રષ્ટિએ બૈતુલ મુકદ્સ તરફ કિબ્લાવાળી આ મસ્જિત ઈ.સ ૬૧૦ થી ૬૨૩ દરમિયાન બંધાય હોવી જોઈએ. એ દ્રષ્ટિએ ઘોઘાની આ મસ્જિત ભારતમાં આવેલ જૂનામાં જૂની મસ્જિતનું માન પ્રાપ્ત કરે છે.

લગભગ પચ્ચીસેક માણસો એક સાથે નમાઝ પઢી શકે તેટલી નાનકડી આ મસ્જિતને એક મુખ્ય દ્વાર છે. મુખ્ય દ્વારની પાસે એકાદ બે કબર છે. પથ્થરના દસ થી બાર થાંભલાઓ પર ટકેલી તેની પથ્થરની છત પર કીબ્લાની બરાબર ઉપર એક ગુંબજ છે. મસ્જિતની અંદર કીબ્લાની બંને બાજુ સુંદર નકશી કામ છે. કિબ્લાની કમાન ઉપર અરબીમાં “બિસ્મિલ્લાહ અર્ રહેમાન નિર્રહીમ” લખ્યું  છે. અર્થાત શરુ કરુ છુ અલ્લાહના નામથી જે પરમ  કૃપાળુ અને દયાવાન છે. તેની સાથે જ અરબી ભાષામાં લખ્યું છે

“આ મસ્જિત અલ્લાહની છે. અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી” કિબ્લાની કમાન ઉપર કુરાન-એ –શરીફની એક આયાત લખી છે જેનો અર્થ થાય છે,” જે અલ્લાહ માટે મસ્જિત બનાવે છે તેના માટે અલ્લાહ જન્નત(સ્વર્ગ)માં ઘર બનાવે છે”

ઘોઘાના બારવાડા મહોલ્લમાં આવેલી આ મસ્જિતમા વર્ષોથી નમાઝ નથી થતી. એટલે તેના ધાર્મિક મહત્વ કરતા તેનું ઐતિહાસિક મહત્વ અનેક ગણું છે. આમ છતાં ૧૪૦૦ વર્ષ જૂની આ ઈમારત તરફ ન તો ગુજરાત સરકારનું ધ્યાન ગયું છે, ન ભારતના પુરાતત્વ વિભાગનું ધ્યાન ગયું છે. આમ છતાં આજે પણ દેશવિદેશના અભ્યાસુઓ તે મસ્જિતના અભ્યાસ અર્થે ઘોઘા આવે છે. પણ આપણે તેની બખૂબી ઉપેક્ષા જ કરી છે. પરિણામે આપણા ઈતિહાસની આવી પ્રાચીન ધરોહર આજે પણ ન ધણીયાત હાલતમાં ખંડેર બની પોતાના અતીત પર રડી રહી છે .

Leave a comment

May 14, 2012 · 6:06 PM

મૌતને નજીકથી નિહાળનાર : સ્ટીવ જોબ્સ ; ડૉ. મહેબૂબ દેસાઈ

મૃત્યું એ જીવનની સચ્ચાઈ છે. સામાન્ય માનવી માટે તે વિરહ છે.  જ્યારે સંતો માટે તે મુક્તિનો આનંદ છે. અને મહાન કે વિશિષ્ટ માનવીઓ માટે તે એક ઝિન્દગીનો સામાન્ય દસ્તુર છે. જેનાથી તેઓ ન તો ચલિત થાય છે, ન ગમગીન બને છે. બલકે મૌતને તેઓ જીવનનો સામાન્ય ક્રમ માની તેમના લક્ષમાં મડ્યા રહે છે. ડિજિટલ યુગની એવી જ એક વિભૂતિ છે સ્ટીવ જોબ્સ.

ઈશ્વરે બે બાબતો માનવીના હસ્તક નથી રાખી. જન્મ અને મૃત્યું. જન્મ અને મૃત્યુંનો સમય અને સ્થાન માનવી જાણી શકતો નથી. એટલે જ ઈશ્વર કે ખુદાના અસ્તિત્વને માનવી આજે પણ સ્વીકારે છે. મૃત્યુનો ભય દુનિયાના બધા ભયો કરતા અત્યંત તીવ્ર છે. મૌતના વિચાર માત્રથી માનવી ધ્રુજી જાય છે. પણ જે માનવી પોતાના મૌતને નજીકથી જોઈ લે છે. અને છતાં તે પોતાના જીવન કાર્યને વળગી રહે છે. તે સાચ્ચે  જ મહાન છે, વિશિષ્ટ છે. સ્ટીવ જોબ્સ એવી જ એક વિશિષ્ટ વ્યક્તિ હતા. ડિજિટલ વિશ્વના પિતામહ સ્ટીવ જોબ્સનું વોલ્ટર અઈઝેકસંન લખેલું જીવનચરિત્ર હમણાં જ વાંચવામાં આવ્યું. મૌતની સામે બાથ ભીડી પોતાના લક્ષ માટે સતત સક્રિય રહેનાર સ્ટીવને કેન્સર હોવાની પ્રથમવાર જાણ થઈ ત્યારે તેણે સૌ પ્રથમ ફોન તેના મિત્ર લેરી બ્રિલીયેનટ ને કર્યો. તેની સાથે તેની પ્રથમ મુલાકાત ભારતના એક આશ્રમમાં થઈ હતી. સ્ટીવે તેને પ્રથમ પ્રશ્ન કર્યો,

“તમે હજુ પણ ઈશ્વરમાં માનો છો ?”

બ્રિલીયેનટે કહ્યું, “હા , હિંદુ ગુરુ નીમ કરોલી બાબા કહે છે તે પ્રમાણે ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે”

પછી તેણે સ્ટીવને પૂછ્યું,

“કોઈ સમસ્યા છે સ્ટીવ ?” જરા પણ તાણ વગર સ્ટીવ બોલ્યો,

“હા, મને કેન્સર છે”

પોતાને પ્રથમ ચરણનું કેન્સર હોવા છતાં સ્ટીવને તે વાત પ્રથમ તબક્કે જાહેર કરવાની જરૂર ન લાગી. અને અત્યંત સ્વસ્થ રીતે તે પોતાનું કાર્ય કરતો રહ્યો. તે પોતાના શરીર પર કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા કરાવવા ઇચ્છતો ન હતો. તેથી તેણે કેન્સરના ઉપચાર તરીકે શાકાહારી ભોજન લેવાનું શરુ કર્યું. અને ભારતીય આયુર્વેદિક ઉપચારો શરુ કર્યા. પોતાને થયેલ કેન્સરની વાત તેણે સૌ પ્રથમ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સંભારંભમા કરી. અને તે પણ વ્યાખ્યાનના ત્રણ મુદ્દામાંના એક મુદ્દા તરીકે.

જુન ૨૦૦૫મા તેણે સ્ટેન ફોર્ડ યુનિવર્સિટીના પદવીદાન સંભારંભમા વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું.તે વ્યાખ્યાન સારું તૈયાર થયા એ માટે તેણે એરોન સોરકીન નામના વ્યવસાઈ લેખકને તે કાર્ય સોંપ્યું. પણ એરોન સોરકીને વ્યાખ્યાન સમયસર તૈયાર કરી ન શક્યા. પરિણામે સ્ટીવે વ્યાખ્યાન પોતાની રીતે આપ્યું. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમા સ્ટીવ જોબ્સે આપેલ એ વ્યાખ્યાન સ્ટીવના યાદગાર વ્યાખ્યાનોમાંનું એક છે. કેમ કે તેમા સ્ટીવે દિલ ખોલીને હદય સપર્શી વાતો કરી હતી. તેણે કહ્યું હતું,

“આજે હું મારા જીવનની ત્રણ બાબતો કહેવા માંગું છું.સૌ પ્રથમ મારે જે કલાસ (વર્ગ)મા ભણવું જરૂરી હતું, તેમાં હું જતો ન હતો. અને મને રસ પડે તે વર્ગમાં જઈ હું બેસતો હતો. બીજું, મને એપલમાંથી દૂર કરવામાં આવ્યો તે મારા માટે ફાયદાકારક સાબિત થયું. સફળતાનો ભાર મારા માથે હતો તે દૂર થી ગયો. અને ફરીથી શરૂઆત કરવાની છે, તે સમજ સાથે ભાર વગર શરૂઆત કરી શક્યો. અને ત્રીજી બાબત મને કેન્સરનું નિદાન થયું છે, તેના કારણે મૌત પ્રત્યે આવેલી મારી સભાનતા”

એ પછી સ્ટીવે મૌત પ્રત્યેની પોતાની સભાનતા વ્યક્ત કરતા કહ્યું,

“થોડા સમયમાં જ હું મૃત્યું પામવાનું છું તેનું મને ભાન થયું છે. તેના કારણે જીવનમાં કેટલાક મોટા નિર્ણયો કરવામાં મને બહુ મોટી સહાય મળી છે.મૌતની વાત આવે એટલે બધું જ દૂર થઈ જાય- બાહ્ય અપેક્ષાઓ, અભિમાન, નિષ્ફળતાનો ડર, સંકોચ બધું જ. ફક્ત રહી જાય છે એ જ બાબત જે અગત્યની છે. આપણે કશું ગુમાવી બેસીશું તે ભાવનામા આપણે અટવાઈ જઈએ છીએ. તેમાંથી બહાર આવી જવાનો શ્રેષ્ટ માર્ગ એ યાદ રાખવાનો છે કે આપણે એક દિવસ અહીંથી જતા રહેવાનું છે. તમે નિર્વાણ થઈ જવાના છો, દિલની વાતો ન માનવાનું હવે તમારી પાસે કોઈ કારણ રહેતું નથી”

કેન્સરના બીજા ચરણમાં પણ સ્ટીવની માનસિક સ્થિતિ સામાન્ય જ હતી. તે પોતાનું કામ કર્યે જતો હતો. અલબત્ત મિત્રો અને સ્નેહીઓના આગ્રહ આગળ તેને નમતું મુંકવું પડ્યું હતું. તે પોતાના શરીર પર

શસ્ત્રક્રિયા કરાવવા સંમત થયો હતો. ઓપરેશન સફળ રહ્યું.પણ સમગ્ર લીવરમાં કેન્સરનું ટ્યુમર પ્રસરી હતું. ડોકટરો માટે તે ગંભીર બાબત હતી. આ અંગે સ્ટીવ કહે છે,

“તે લોકોને લાગતું હતું હું રાત નહિ ખેંચું.મારા સંતાનો પણ માનતા હતા કે ડેડને છેલ્લીવાર હોશમાં જોવાની આ રાત છે. પણ હું બચી ગયો”

આમ મૃત્યુંને નજીકથી નિહાળનાર સ્ટીવ કહે છે,

“આ પ્રકારના રોગ સાથે જીવવું અને પીડા સહન કરાવી, તેનાથી તમને રોજ રોજ એ યાદ આવે છે કે તમે કેટલા નશ્વર છો. ધ્યાન ન રાખીએ તો મગજ ભમી જાય. આપણે એક વર્ષથી વધારે આયોજન કરવાનું બંધ કરી દઈએ છીએ. તે ખોટું છે. તમારે એમ વિચારીને જ જીવવું જોઈએ કે મારે તો હજુ ઘણાં વર્ષો કાઢવાના છે”

જુલાઈ ૨૦૧૧ સુધીમાં તો કેન્સર તેના હાડકા સુધી ફેલાઈ ગયું હતું. હાડકા બહુજ કળતા હતા. ઊંઘ અનિયમિત થઈ ગઈ હતી. તેણે ઓફિસે જવાનું બંધ કરી દીધું હતું. અને ત્યારે પોતાની જીવન કથાના લેખક વોલ્ટર અઈઝેકસંનને બોલાવીને સ્ટીવ કહે છે,

“મારી ઈચ્છા છે કે મારા બાળકો મને જાણે હું કાયમ અહી રહેવાનો નથી. હું ઈચ્છું છું કે તેઓ સમજે કે મેં શું કર્યું છે. બીજું મને કેન્સર થયું ત્યારે મને લાગ્યું કે બીજા લોકો મારા અવસાન પછી મને જાણ્યા વગર પુસ્તક લખવાના જ છે. તો પછી તમે મને સંભાળીને લખો એ વધારે સારું છે”

જીવનને ભરપુર જીવનાર અને ડિજિટલ વિશ્વમાં કાંતિ કરનાર સ્ટીવ જોબ્સનું ૫ ઓક્ટોબર ૨૦૧૧ના રોજ અવસાન થયું હતું.

Leave a comment

Filed under Uncategorized