Monthly Archives: May 2014

કુરાને શરીફ વિષે ખ્રિસ્તી વિદ્વાનોના અભિપ્રાય

ઈ.સ. ૧૯૨૯માગુજરાતમાઇસ્લામિકમાહોલનીસાક્ષીપૂરતુંએકમાસિક“સાદીક” રાંદેરથીપ્રસિદ્ધથતુંહતું.જેનાએકવર્ષનાઅંકોનુંપુસ્તક -૧મનેભાવનગરનામારામિત્રશાયરજનાબ મન્સુરકુરેશીએમોકલ્યુંછે. કુરાનેશરીફનીહિદાયાતોઅનેમુસ્લિમસમાજનીસમસ્યાઓને વાચા આપતા આ માસિકના તંત્રીમહમુદમિયાંમુહમ્મદશયખઈમામહતા. ઉત્તમલેખોથીસુશોભિતઆમાસિકવિષેવિગતેવાતએકઅલગલેખથીકરીશ.પણઆજેતોતેનાસપ્ટેમ્બર૧૯૨૯નાઅંકમાંપ્રસિદ્ધથયેલલેખ“કુરાનની ચમત્કારિક વાણી”લેખકજનાબમુનશીમુહમ્મદઉમરખાનસાહેબ, રાંદેરવિષેથોડીવાતકરવીછે.

આ એ યુગની વાત છે જયારે ભારત ઉપર અંગ્રેજોનું શાશન હતું. ભારતની આઝાદી માટે ગાંધીજી અને અનેક નેતાઓ સક્રિય હતા. એ યુગમાં ઇસ્લામિક સામાયિક ચલાવવું અને તે પણ માત્ર કોમની સહાયથી, એ કપરું કાર્ય હતું. એ યુગમા અંગ્રેજોએ પ્રાદેશિક ભાષાના માસિકો પર અનેક પ્રકારના પ્રતિબંધોની લગામ રાખી હતી. એવા સમયે “સાદીક” જેવા ધાર્મિક સામાયિકમા ઇસ્લામ અંગેના પ્રસિદ્ધ અંગ્રેજોના અભિપ્રયો ટાંકવા એ પણ લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. કુરાને શરીફ અંગેના અંગ્રેજોના અભિપ્રયો વ્યક્ત કરતો આ લેખ અંગ્રેજોની ઇસ્લામ અને કુરાને શરીફ પ્રત્યેની તટસ્થ વિચારધારાને વ્યક્ત કરે છે. લેખમાં પ્રસિદ્ધ થયેલા વિવિધ વિદ્વાનોના અવતરણો જેમના તેમ અત્રે રજુ કરું છું. વાચકોને તે સમયની ભાષા અને વિચારોની અભિવ્યક્તિ વાંચવાની અવશ્ય મજા પડશે.

વોશિગ્ટન આર્ડીગ પોતાના પુસ્તક “લાઇફ ઓફ મોહમ્મદ”મા લખે છે,

“કુરાનમાં ઘણા ઊંચ લાભદાયક અને શુદ્ધ વિચારો સમાયેલા છે”

પ્રખ્યાત પાદરી ડીન સ્ટેન્લી “ઇસ્ટન ચર્ચ” પૃષ્ઠ ૨૭૯ પર લખે છે,

“ખ્રિસ્તી ધર્મ પર બાઈબલના કાનુને એટલો ઊંડો અસર નાખ્યો છે કે જેટલો અસર કુરાનના કાનુને ઉત્પન કર્યો છે”

જી.સેલ કુરાનના ભાષાંતરના પ્રસ્તાવનામાં લખે છે કે

“તમામ જગતે સ્વિકાર્યું  છે કુરાન કે એક વક્તુત્વમય અને ખામી વગરની ભાષામા લખ્યું છે, અને એ માન્ય છે કે એની ભાષા એરેબીક ભાષાનું ધોરણ છે”

“હરબર્ટ લેક્ચર્સ”મા નીચેના વચનો દ્રષ્ટિગોચર થાય છે,

“ઇસ્લામી કાનુન (કુરાન)મા વખાણવાજોગ સિદ્ધાંતોનો સમાવેશ થયેલ છે, અને વધારે પ્રશંશાપાત્ર બીના એ છે કે આ સિદ્ધાંતો પર અમલ કરવા અને પરિણામ લાવવાના તનતોડ પ્રયાસોમા સફળતા પ્રાપ્ત થઇ છે”

એડમંડ બર્ગ “ઈમ્પ્રીચમેન્ટ ઓફ વોરન હેસ્ટિંગસ”મા કુરાનના નીચે પ્રમાણે વખાણ કરે છે,

“ઇસ્લામી કાનુન (કુરાન) એક રાજાથી લઈને રંક સુધી સર્વેને સરખો લાગુ પડે છે. તે એવો કાનુન છે કે જેમાં એવું બુધ્ધિપૂર્વક ધર્મશાસ્ત્રોનો સમાવેશ થયેલો છે કે જેની જોડ જગત એની પહેલા રજુ કરી શક્યું નથી”

ડૉ. કેનન આઇઝેકે સને ૧૮૭૭મા “ઈંગલીશ ચર્ચ”ના પ્રમુખ તરીકે એક ભાષણ આપ્યું હતું, કે જે “લંડન ટાઈમ્સ”મા પ્રગટ થયું હતું. આ ભાષણનો સાર નીચે પ્રમાણે છે :-

“ઇસ્લામનો પાયો કુરાન પર છે કે જે સુધારાની પતાક ફરકાવે છે. કુરાન શિક્ષણ દે છે કે મનુષ્ય જે વસ્તુ ન જાણતો હોય તેને શીખે, તે બતાવે છે કે સ્વચ્છ પોષક પહેરો સ્વચ્છતાથી રહો, તે સૂચવે છે કે સંતોષ, ધૈર્ય અને સ્વમાન રાખવું એ અમારી ફરજ છે, ખરેખર, ઇસ્લામ ધર્મના લાભ અને ફાયદા નિર્વિવાદ છે”  

ફ્રાંસના વિખ્યાત પાદરી ડૉ. લોઝાં કહે છે,

“આધુનિક વિદ્યા-પ્રગતિમાં અથવા તે સવાલોમાં કે જેઓને આપણે આપણા વિદ્યાબળથી સિદ્ધ કર્યા છે, અથવા જેઓની શોધ થઇ રહી છે તેમાં એવી કોઈ બાબત નજરે પડતી નથી કે જે કુરાન વિરુદ્ધ હોય. આપણે ખ્રિસ્તીઓએ ખ્રીસ્તી ધર્મને વિદ્યા વિજ્ઞાન- સાઈન્સની હારમાં મુકવા જેટલી કોશિશ કરી છે, ઇસ્લામમાં એ સર્વ પ્રથમથી જ મોજુદ છે અને સંપૂર્ણ રીતે છે”

ઉત્તર નાયજુરીયાની શાહી પરિવારના ડૉ. “મોડલ” થોડાક સમય પર એક પોતાના વિદ્ધવતા ભરેલા ભાષણ દરમીયાન બોલ્યા હતા કે :-

“ઇસ્લામનું બળ કુરાન પર અવલંબિત છે કે જે પોતાના પ્રકરણમાં પાર્લામેન્ટ, કાનુન, હકો, મહત્તા, એ સર્વેને રાખે છે. તે એક મહા પુસ્તક છે એટલું જ નહી પરંતુ એક મહાન સર્વ સબંધી કાનુન છે. બુદ્ધિશાળી પુરુષો એની શક્તિનો સ્વીકાર ન કરે તો તેઓએ મહાભૂલ કરેલી ગણાશે. એજ પુસ્તકે પોતાના અનુયાયીની વિજય પતાકા આકાશ સુધી ફરકાવી છે, અને આફ્રિકાના બર્બરોમાં સુધારાની એવી આત્મા રેડી, તેમને પોતાના ઊંચ શિક્ષણ અને પવિત્ર સિદ્ધાંતોના  એવા આદિ બનાવી દીધા કે તેઓના પાડોશી ગેર મુસ્લિમ કોમ કોઈ રીતે કે પ્રમાણમા તેમના જેવા રંગમા રંગાયેલી નજરે પડતી નથી”  

બોસ્વર્થ સ્મિથ પોતાના પુસ્તક “લાઇફ ઓફ મોહંમ્મદ” મા લખે છે,

“ખુદાની કુદરતથી હઝરત મોહંમ્મદ(સલ)મા ત્રણ બાબતો એક સાથે હતી. તેઓ એક કોમ, એક સલ્તનત, અને એક ધર્મના સ્થાપક છે કે જેની જોડ ઐતિહાસિકમા કોઈ ઠેકાણે મળતી નથી. તેઓ એક એવા પુસ્તકના ગ્રંથકાર છે કે જે કાવ્ય પણ છે, કાનુન સંગ્રહ કે સામાન્ય પ્રાર્થના સંગ્રહ પણ છે. આ સર્વ ઉપરાંત તે એક ધાર્મિક ગ્રંથ પણ છે કે જે સત્યતા, બુદ્ધિ અને વક્તૃત્વનું ચમત્કાર હોવાના કારણે તેને પૃથ્વીની વસ્તીનો ૧/૬મો ભાગ હાર્દિક માન આપે છે. મોહંમ્મદ(ફીદાહો રુહી)દાવો કરે છે એ તેમનો ચમત્કાર છે, અને એ સબળ અને અમર ચમત્કાર છે. અને સત્ય બીના પણ એજ છે કે ખરેખર, તે એક ચમત્કાર જ છે”                                                                             

આશા છે આજથી ૮૫ વર્ષ પહેલાના વિશ્વના વિદ્વાનોના કુરાને શરીફ અંગેના અભિપ્રયો જાણવાની આપને અવશ્ય મજા પડી હશે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

હું અંબાણી કરતા વધુ ધનાઢ્ય છું.

 

એ દિવસે મેડીકલ સ્ટોરમાંથી દવાઓ લઇ મે મારી ગાડી તરફ કદમો માંડ્યા, ત્યારે મારી ગાડીના દરવાજા પાસે ઉભેલા એક યુવાન પર મારી નજર પડી. લગભગ પોણા છ ફૂટ જેટલી ઊંચાઈ, ગોરોવાન,પેન્ટ-શર્ટ, બૂટ અને ટાઈ ધારણ કરેલ એ યુવાન મને જોઈ, ચહેરા પર સ્મિત પાથરતા બોલ્યો,

“સર, આપ મને ઓળખો છો ?”

મે તેની સામે જોઈ સ્મૃતિને ફંફોસવા માંડી. પણ કઈ યાદ ન આવ્યું. એટલે મે કહ્યું,

“દોસ્ત, મને કઈ યાદ નથી આવતું”

તેણે મારી સ્મૃતિને તાજી કરવા પ્રયત્ન કરતા કહ્યું,

“સર, હું ભાવનગરનો જ છું. મારું નામ અક્સદ લાખાણી છે. અમદાવાદની એક આંતરરાષ્ટ્રીય કંપનીમા સોફ્વેર ઈજનેર છું.”

ભાવનગરમા ત્રીસેક વર્ષ અધ્યાપક તરીકે કાર્ય કર્યા પછી દોઢેક વર્ષથી હું અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠમા અધ્યાપક તરીકે જોડાયો છું. ભાવનગરમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રમાં લાંબા કાર્યકાળ દરમિયાન અનેક વિદ્યાર્થીઓ મારા પરિચયમા આવ્યા છે. પણ એ બધાને યાદ રાખવા મારા માટે શક્ય નથી.

“સર, હું આપના ફલેટની પાછળ જ રહું છું.મારા લાયક કોઈ પણ કામ હોય તો મને અચૂક કહેશો” એમ કહી તેણે તેનો મોબાઈલ નંબર મને આપ્યો. મે તે મારા મોબાઈલમાં સેવ કરતા કહ્યું,

“ચોક્કસ, પણ સોફ્વેર ઈજનેરનું મારે શું કામ પડે ? પણ હા, મારા લેપટોપમાં કોઈ સમસ્ય આવશે ત્યારે જરૂર તમને યાદ કરીશ.”

“ચોક્કસ, એવું કઈ પણ કામ હોય તો મને જરૂર યાદ કરશો. મને ગમશે”

અને હસ્તધૂન કરી અક્સદ વિદાય લીધી. થોડા માસ પછી એકાએક મારા લેપટોપની સ્પીડ ઓછી થઇ ગઈ. એટલે હું કોઈ જાણકાર વ્યક્તિને બતાવવાની મને ઈચ્છા થઇ. પણ અજાણ્યા અમદાવાદમાં કોને બતાવવું તેની દ્વિધા મને સતાવતી હતી. એક દિવસ બિન જરૂરી નામો મોબાઈલમાથી રદ કરતો ત્યારે અનાયસે અક્સદ લાખણીનું નામ મારી સામે આવી ઉભું. મે તુરત તેને ફોન જોડ્યો. એક બે રીંગમા જ તેણે ફોન ઉપાડી લીધો,

“અસ્સ્લામોઅલાયકુમ, સર”

“વાલેકુમ અસ્લામ”

“સર, થેન્ક્યુ આપે મને ફોન કરી યાદ કર્યો”

” અક્સદ, મારું લેપટોપ અત્યંત ધીમું ચાલે છે. જો શક્ય હોય તો જરા જોઈ જશો”

“ચોક્કસ સર, આજે સાંજે છ વાગ્યે આપને ત્યાં આવી જઈશ”

“બહોત બહોત શુક્રિયા”

“સર, એમાં શુક્રિયા શું , આપે મને યાદ કર્યો એજ મારા માટે આનંદની વાત છે”

સાંજે અક્સદ સમયસર મારા ઘરે આવી ચડ્યો. તેની સાથે અન્ય એક યુવાન યશ જાદવ હતો.

“અસ્સ્લામોઅલાયકુમ, સર”

“વાલેકુમ અસ્લામ”

મે બંનેને યુવાનોને આવકાર્ય. બેઠકખંડમા સ્થાન લેતા અક્સ બોલ્યો,

“સર, આ મારા જુનિયર યશ જાદવ છે. તેઓ કોમ્પુટર ઈજનેર છે. આપના લેપટોપની તમામ સમસ્યાઓ તેઓ દૂર કરી દેશે”

લગભગ વીસેક મીનીટમાં યશ યાદવે મારું લેપટોપ રીપેર કરી આપ્યું. એ દરમિયાન હું અને અક્સદ વાતોએ વળગ્યા.

“સર, ભાવનગરથી આપ અમદાવાદ આવી ગયા, તેથી ભાવનગરને મોટી ખોટ પડી હશે”

” અક્સદ, એવું કઈ નથી હોતું. તમે પેલો ગુજરાતી શેર સંભાળ્યો છે,

“મારા ગયા પછી મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ,

આંગળી જળમાંથી નીકળી અને જગ્યા પુરાઈ ગઈ”

આ સાંભળી અક્સદ સ્મિત કર્યું. પછી બોલ્યો,

“સર, સારા અધ્યાપકો યુવાનોના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. ભાવનગરમા આપે એ જ કાર્ય  કર્યું છે”

“એમા કશી નવાઈની વાત નથી. દરેક અધ્યાપકે એજ કરવાનું હોય છે”

ત્યાંજ યશે કહ્યું,                                                      

“સર, આપનું લેપટોપ બરાબર થઇ ગયું છે. જરા આપ જોઈ લો”

મે એકાદ બે ફાઈલો ખોલીને જોયું. મને સંતોષ થયો.

“ખુબ ખુબ આભાર” મે કહ્યું

“સર, આવી નાની બાબત માટે આપ અમારા લાખાણી સાહેબને તકલીફ આપવાને બદલે મને ફોન કરશો તો હું પણ આવી જઈશ” યશે કહ્યું.

મે સ્મિત કર્યું અને બંને યુવાનોએ વિદાય લીધી.

થોડા દિવસો પછી મે અનુભવ્યું કે મારા લેપટોપમા કેટલાક પ્રોગ્રામ કાર્ય કરતા નથી.એટલે મે તુરત અક્સદને ફોન કર્યો. એણે એજ ઉત્સાહ સાથે કહ્યું,

“સર, હું સાંજે આવી જઈશ”

એ દિવસોમાં હું કમરના દુખાવાને કારણે પથારી વશ હતો.અક્સ સાંજે ઘરે આવી ચડ્યો. મને પથારીમાં જોઈ એ વ્યથિત થઇ ગયો.

“સર, આપ પથારીમાં છો અને મને જાણ પણ કરતા નથી ! હું આપને આવા સમયમાં થોડો પણ ઉપયોગી થઇ પડું તો, આપનું થોડું પણ ઋણ ચુકવ્યાનું માનીશ”

” અક્સદ, તમને ખોટા હેરાન કરવાનું મને નથી ગમતું”

“સર, શું બોલો છો ? તમે મારા માટે જે કર્યું છે તેનું ઋણ તો હું કદાપી ચૂકવી શકીશ નહિ”

હું આશ્ચર્ય ચકિત નજરે અક્સદને જોઈ રહ્યો. પછી બોલ્યો,

” અક્સદ એવું તો મે તમારા માટે શું કર્યું છે કે તમે આવું બોલી રહ્યો છે.”

મારા પલંગ પર મારા લેપટોપને મુકતા એ બોલ્યો,

“સર, તમને યાદ નથી. પણ આજથી લગભગ વીસેક વર્ષ પહેલા ભાવનગરના મેમણ જમાતખાનામાં અનાયસે એક જ થાળમા આપની સાથે જમવાની મને તક સાંપડી હતી. ત્યારે હું સ્કુલમાં ભણતો હતો. એ સામાન્ય પરિચયમાં આપે જમતા જમતા મને કહ્યું હતું, ‘ભણવામાં કોઈ તકલીફ પડે તો જરુર મારી પાસે દોડ્યો આવજે’. એ વાત  મારા  હદયમાં કોતરાઈ ગઈ. એ પછી મે બારમું ધોરણ પાસ કર્યું. મારા ઘરમાં તો મને કોઈ આગળ ભણવાનું માર્ગદર્શન આપી શકે તેમ ન હતું. એટલે હું ખુબ મુઝવણમાં હતો. ત્યારે મને આપના શબ્દો યાદ આવી ગયા. અને હું આપની પાસે દોડી આવ્યો. આપે મને ખુબ આદરથી આપના ડ્રોઈંગ રૂમમા બેસાડ્યો. અને મારી મુંઝવણ સાંભળી મને કહ્યું હતું,

“જો હાલ કોમ્પુટરનો જમાનો છે. એ ક્ષેત્ર દિનપ્રતિદિન વિકસી રહ્યું છે. મે મારા પુત્રને પણ એજ ક્ષેત્રમાં જવાની સલાહ આપી છે. તું પણ બી.સી.એ.કર. પછી ખુદાની મરજી”

આપની એ સલાહ મુજબ જ મે બી.સી.એ. કર્યું. એ પછી એમ.સી.એ. કર્યું. અને એ જ કારણે આજે હું એક આંતરરાષ્ટ્રીય કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર છું. મારો પગાર એંસી  હજાર છે. કંપની તરફથી મને કાર આપવામાં આવી છે. બે વાર કંપની તરફથી વિદેશ જઈ આવ્યો છું. મારા હાથ નીચે દસ જેટલા યુવાનો કામ કરે છે. આ બધું આપના સમયસરના સચોટ માર્ગર્શનને કારણે જ સંભવિત બન્યું છે. અને એ માટે હું આપનો હંમેશા ઋણી રહીશ.”

હું ચકિત નજરે અક્સદની વાત સાંભળી. મારા ચહેરા પર એક અધ્યાપક તરીકે યોગ્ય રીતે ફર્જ બજાવ્યાનો સંતોષ હતો. અને આંખોમાં આનંદની ભીનાશ હતી. મે રસોડમાં કાર્ય કરતી મારી પત્ની સાબેરાને બુમ પડી,

“સાબી, અહીં આવતો”

રસોડામથી એ દોડી આવી.

“શું થયું કમરમાં દુખાવો વધારે થાય છે ?”

“કમરનો દુખાવો તો અક્સદની વાતોથી ક્યારનો વિસરાઈ ગયો. આ અક્સદના ધડતરમાં મારા નાનકડા માર્ગદર્શને જે ક્રાંતિ કરી છે તે જાણી હું ગદગદ થઇ ગયો છું. એક અધ્યાપકની આજ તો સાચી દોલત છે. મિલકત છે. આજે હું મારી જાતને અદાણી

કરતા પણ વધુ ધનાઢ્ય અનુભવું છું.” 

આટલું બોલતા તો આંખોની ભીનાશ ઉભરાઈ આવી. એ જોઈ સ્મિત કરતા અક્સદ બોલી ઉઠ્યો,

“સર, આ તો એક જ અક્સદની વાતનો ઉઘાડ થયો છે. ત્રીસ વર્ષની કારકિદીમા કેટલાં અક્સદ આપના માર્ગર્શનથી ઉજળા થયા હશે ? એ હિસાબે તો આપની દોલત અંબાણી કરતા અનેક ગણી થઇ જાય”

અને લેપટોપને બંધ કરી એણે મારી વિદાય લીધી. પણ તેના ગયા પછી હું મારી અદાણીથી અનેક ગણી દોલતના નશામાં કલાકો સુધી વિહરતો રહ્યો.

1 Comment

Filed under Uncategorized

ડૉ. મહેબૂબ દેસાઈ

હંમેશા જ્ઞાની માણસ અર્થ પૂર્ણ વાત કરે તે જરૂરી નથી. એજ રીતે ઘણીવાર નાનો માણસ પણ અનાયસે ઘણી ગહેન વાત કરી દેતો હોય છે. એ દિવસે મારી ગાડી આગળ જઈ રહેલ રીક્ષા પાછળ એક શાયરી લખી હતી. જેના પર મારી નજર પડી અને મન ખુશ થઇ ગયું. એ શાયરી હતી,

“કર્મ તેરે અચ્છે હૈ તો, કિસ્મત તેરી દાસી હૈ

 નિયત તેરી અચ્છી હૈ, તો ઘરમે મથુરા કાશી હૈ”

શાયરીના પ્રથમ મત્લામા કર્મની વાત છે. સારા કર્મ કરનાર માટે નસીબ તેની દાસી સમાન બની રહે છે. અર્થાત તે નસીબનો બળવાન હોય છે. ઈશ્વર તેના પર ખુશ રહે છે. તે ઈશ્વર પાસે જે માંગે છે તે પ્રાપ્ત કરે છે. જો કે આ માન્યતા દરેક ધર્મમા જુદા જુદા સ્વરૂપે જોવા મળે છે. તેના આધારે જ કર્મ અથવા આમાલનો સિદ્ધાંત બંને ધર્મગ્રંથોમાં વિકસ્યો છે. પરંતુ દરેક ધર્મમાં કર્મનો સિદ્ધાત નૈતિક મુલ્યોના પાયામાં પર આધારિત હોય છે. સેવાકીય અને સદ્કાર્યો તંદુરસ્ત વ્યક્તિ અને સમાજ માટે અનિવાર્ય છે. એટલે જ ઇસ્લામ અને  હિંદુ બંને ધર્મમાં કર્મનો સિધ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. ઇસ્લામમાં માનવીના કર્મના આધારે જ જન્નત અને દોઝકનો વિચાર કુરાને શરીફમાં આપવામાં આવ્યો છે. એ જ રીતે હિંદુધર્મમાં પણ સ્વર્ગ અને નર્કની પરિકલ્પનાના મૂળમાં પણ કર્મનો સિધ્ધાંત પડેલો છે. આ જ વિચારને આધ્યાત્મિક અભિગમથી ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ સમજાવ્યો છે. ગીતાના ૧ થી ૬ અધ્યાયમાં કર્મયોગ તરીકે તેનું વિસ્તૃત આલેખન થયું છે. કર્મનો સિધ્ધાંત ને સાકાર કરતો જે શ્લોક વિશ્વભરમાં પ્રસિદ્ધ છે તે ગીતાનો બીજા અધ્યાયનો  ૪૭મો શ્લોક છે. તેમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે.

 “કર્મણયેવાધીકારસ્તે  મા ફલેષુ કદાચન,

 મા કર્મફલહેતુર્ભુમા તે સંગોડસત્વકર્મણી”

આ એક શ્લોકમાં શ્રીકૃષ્ણ ચાર બાબતો તરફ નિર્દેશ કરે છે

૧. કર્મ કરવા તું સ્વતંત્ર છે

૨. પરંતુ તેનું ફળ ભોગવવા તું પરતંત્ર  છે.

૩. ફળનો હેતુ જ લક્ષમા રાખીને કર્મ ન કરીશ.

૪. તારો અકર્મમાં સંગ ના થશો.

અર્થાત ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરીએ જા. કારણ કે સારા કે ખરાબ કર્મ કરવાનું તારા હાથમાં છે. તેનું ફળ તારા હાથમાં નથી. તને તારા કર્મનું ફળ તારા ફળને અનુરૂપ જ ઈશ્વર આપશે. ઇસ્લામમાં કર્મને “આમાલ” કહેલ છે. કુરાને શરીફમાં એક વાક્ય વારંવાર આવે છે. “અલ આમલ બીન નિયતે” અર્થાત “સદ્કાર્યોનો વિચાર માત્ર પુણ્ય છે” દા.ત. મારી પાસે જે થોડા નાણા છે તે મારી જરૂરિયાત માટે છે. પણ જો તેની મારે જરૂરત ન હોત અથવા તે મારી જરૂરત કરતા વધારે હોત તો હું તે કોઈ જરૂરતમંદ ને અવશ્ય આપી દેત. આવો વિચાર માત્ર પુણ્ય-સવાબ છે. એ જ રીતે અન્ય એક શબ્દ પણ કુરાને શરીફમાં વારંવાર વપરાયો છે. તે છે “ફી સબીલિલ્લાહ” અર્થાત “ખુદાના માર્ગે કર્મ કર” અને તારા એ  નેક-સદ્કર્મનું અનેક ગણું ફળ તને મળશે. કુરાને શરીફમાં આ અંગે કહ્યું છે,

“અને જે શખ્સ દુનિયામાં પોતાના કર્મોનો બદલો ચાહે છે તેને અમે તેનો બદલો અહિયા જ આપીએ છીએ. અને જે શખ્સ આખિરતમાં પોતાના કર્મોનો બદલો ઈચ્છે છે, અમે તેને તેનો બદલો ત્યાજ આપીશું. અને જે લોકો પોતાના કર્મોના બદલા માટે માત્ર અલ્લાહના શક્ર્ગુઝાર છે, તેમને અમે તેનો તુરત બદલો આપીશું”

“જે કોઈ એક નેકી લાવશે તેને તેથી દસ ગણું મળશે.અને જે કોઈ એક બદી લાવશે, તેને તેના પ્રમાણમાં સજા મળશે. પણ તેના ઉપર ઝુલ્મ કરવામા આવશે નહિ”

“એ લોકોને એવો જ બદલો આપવામાં આવશે જેવા કામ તેમણે કર્યા હશે”       

ગીતામાં આજ વાતને વ્યક્ત કરતા કહેવામાં આવ્યું છે,

“આ લોકમાં કર્મના ફળ ઈચ્છનારાઓ દેવતાઓને પુજે છે, કેમ કે મનુષ્યલોકમાં કર્મથી ઉત્પન થનારી સિદ્ધિ તરત પ્રાપ્ત થાય છે”

ઇસ્લામ અને હિંદુ ધર્મના ઉપરોક્ત આદર્શોને જીવનમાં સાકાર કરનાર મહાનુભાવો બન્ને ધર્મમાં થયા છે. મહંમદ સાહેબે પોતાના સમગ્ર જીવન દરમિયાન સદ્કાર્યોની સુવાસ દ્વારા અરબસ્તાનની જંગલી પ્રજામાં ઇસ્લામનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. એ યુગમાં અરબસ્તાનમાં બાગાયતની જમીન અને મિલકત દુર્લભ ગણાતા. મખૈરિક નામના એક ધનવાને હઝરત મહંમદ સાહેબને પોતાની જમીનમાંથી સાત બગીચા ભેટ આપ્યા. મહંમદ સાહેબે એ તમામ બગીચા “વકફ” કરી દીધા. અર્થાત તે તમામ બગીચા લોકહિતાર્થે અર્પણ કરી દીધા. અને એ બાગોની તમામ ઉપજ ગરીબો અને હાજતમંદોની ઉન્નતી માટે ઉપયોગમાં લેવાનો આદેશ કર્યો. એકવાર મુસાફરીમાં મહંમદ સાહેબના જોડાનો પટ્ટો તૂટી ગયો. એક સહાબીએ કહ્યું,

“લાવો, હું તે સાંધી આપું”

આપે ફરમાવ્યું,

“એ તો વ્યક્તિ પૂજા થઇ. તે મને પસંદ નથી”

મહંમદ સાહેબની વફાત (અવસાન) પછી ઇસ્લામના ચારે ખલીફાઓએ પણ તેમના આવા ઉત્તમ આદર્શોને જીવનમાં સાકાર કર્યા હતા. ઇસ્લામના બીજા ખલીફા હઝરત ઉમરનું જીવન સદ્કાર્યોના બોધ સમાન હતું. લોકોના સુખદુઃખ જાતે જાણવા રાત્રે શહેરમાં ગુપ્ત વેશે ફરતા. દુષ્કાળમા લોકોને  ભોગવવી પડતી તંગીને ધ્યાનમાં રાખી પોતે પણ ધીદુધનો ત્યાગ કરી સુકી રોટી ખાતા. ગુલામોને પણ પોતાના જેવું જ ભોજન, વસ્ત્રો અને સવારી આપતા. તેમની સાથે જ ભોજન લેતા. પર ધર્મીઓને રાજ્યમાં રક્ષણ આપતા. પોતાના ખર્ચનો બોજા રાજ્ય પર ન નાખતા અને કુરાને શરીકની નકલો કરી પોતાનું ગુજરાન ચલાવતા. આવા સદ્ કર્મો જ “કર્મ તેરે અચ્છે હૈ તો, કિસ્મત તેરી દાસી હૈ” ઉક્તિને સાચીને સાચી ઠેરવવા અનિવાર્ય છે.  

Leave a comment

Filed under Uncategorized