જલાલુદ્દીન રૂમી અને તેની રચનો : ડૉ.મહેબૂબ દેસાઈ

૩૦ સપ્ટેમ્બર ઈ.સ. ૧૨૦૭ના રોજ અફઘાનિસ્તાનના બલ્ખ શહેરમા જન્મેલ સૂફી સંતોના શહેનશાહ સમા જલાલુદ્દીન રૂમી (૧૨૦૭ -૧૨૭૩) ની ૮૦૯મી જન્મ જયંતિ ગઈ. તેમનું મૂળ નામ જલાલ અદ-દીન મુહમ્મદ બલ્ખી હતું. તેઓ નાના હતા ત્યારે જ તેમનું કુટુંબ મંગોલોના વારંવારના હુમલાઓને કારણે બલ્ખ શહેર છોડીને હજારો માઈલ દૂર આવેલા કોન્યામા જઈને વસ્યું હતું. એ સમયે રૂમીની ઉંમર ત્રીસ વર્ષની હતી. અને ફારસી, અરબી અને તુર્કીશ જેવી અનેક ભાષાઓ અને અનેક વિષયોનો અભ્યાસ કરી ચૂકયા હતા. રૂમીના પિતા પણ વિદ્વાન સૂફી અને લેખક હતા. ૪૦ વર્ષની વયે તેમની મુલાકાત એક રહસ્યમય સૂફી શમ્સ તબરેઝ સાથે થઇ. જેણે તેમની ઝીંદગીમા આમૂલ પરિવર્તન આણ્યું. શમ્સ તબરેઝએ જલાલુદ્દીન રૂમીને ખુદાના દિવ્ય પ્રેમના અદભુત રહસ્યથી પરિચિત કરાવ્યા. અને પછી રૂમી ઉપદેશક, ઇસ્લામિક વિદ્વાન, દર્શનશાસ્ત્ર અને તર્કશાસ્ત્રના મહાન જ્ઞાત તરીકે દિનપ્રતિદિન પ્રસિદ્ધ થતાં ગયા. અને એટલે જ રૂમીએ પોતના ગુરુ શમ્સ તબરેઝ માટે લખ્યું છે,

“रूमी शमस तबरेज़ को
बार बार करते हैं नमन
जिसने शोर करते इस दिल को
दिया है शाश्वत अमन”
તેમના સાહિત્યમા સૂફી પરંપરા અને ઇસ્લામનો વિશેષ પ્રભાવ જોવા મળે છે. ખુદા પ્રત્યેનો અપાર પ્રેમ તેમની આધ્યાત્મિક રચનાઓના કેન્દ્રમાં છે. રૂમીની બે રચનો વિશ્વ પ્રસિદ્ધ છે. “મસનવી” અને “દીવાન-એ-શમ્સ તબરેઝ”. છેલ્લા બે દસકાઓમાં તેમની આ બંને રચનોના અનેકવાર અંગ્રેજી અનુવાદો પ્રસિદ્ધ થઇ ચુક્યા છે.
આવા મહાન સૂફી સંતની રચનોમાંથી થોડા અમૃતબિંદુઓનું આચમન કરીએ.

“મારા હદયમાં એક તારો પ્રકાશિત થયો
જેના જલવામા સાત સ્વર્ગો સમાઈ ગયા”

“માત્ર ઈશ્વરનો પ્રેમ જ
તારા હદયને ઠંડક અર્પશે”

“તારા મધની મીઠાશ ચાખી
ત્યારથી ભંવરાની જેમ ઉડ્યા કરું છું”

“તારી કૃપાની શું વાત કરું
તેણે તો આસમાનના દરવાજા ખોલી નાખ્યા છે”

“તુને મેરે દિલકો કીયા હૈ હલકા
દિખા કર ખુદા કા જલવા”

“અહંકાર એ મનુષ્ય અને ઈશ્વર વચ્ચેનો મોટો અને સઘન પડદો છે”

“તું તો ઈબાદત કર રહા હૈ,
મઝદૂરી કી શર્ત પર, બંદ કર દે
અલ્લાહ જાનતા હૈ
એ દુનિયા કૈસે ચલાની હૈ”

“તુમ જિસે ઢૂંઢ રહે હો
વો તુમ્હે ઢૂંઢ રહા હૈ”

“ઉસકે દ્વાર પર દસ્તક તો દો
વો અપને દરવાજે ખોલ દેગા
“ઉસકે સામને ઝૂક જાઓ
વો તુમ્હે જન્નત તક ઉઠા લેગા
ઉસકે સામને પિઘલ જાઓ
વો તુમ્હે સબ કુછ બના દેગા”

“હર ઇન્સાન કિસી કામ કે લીએ બનાયા ગયા હૈ
ઉસ કામ કી ખ્વાહીશ ઉસકે દિલમે ડાળી ગઈ હૈ”

“બંધ હો અગર દોસ્ત કા દરવાજા,
તો વાપસ મત ચલે જાના
ક્યો કી વોહી દોસ્ત જાનતા હૈ રહસ્ય વાલે રાસ્તે,
જિસ પર ચલ કર તુમ ઉસ તક પહોંચ સકતે હો”

“તુમ પંખો (પાંખો) કે સાથ જન્મે હો,
ફિર ભી ઝમીન પર રેન્ગના કયો પસંદ કરતે હો”

“ખુબસુરતી આપણી ચારે બાજુ છે. પણ આપણે તેની માત્ર બગીચાઓમાં શોધીએ છીએ”

“તમારું કાર્ય પ્રેમને શોધવાનું નથી.
પણ એ વિધ્નોને શોધવાનું છે,
જે તમે જ તમારા મનમાં પ્રેમના
વિરોધમાં સ્થાપિત કરી રાખ્યા છે”

“મનુષ્યનો આત્મા જે વર્ષો સુધી
શરીરમાં કેદ છે તે જો તેમાંથી
મુક્ત થઈને પોતાના ઉગમસ્થાન
સાથે ભળી જતો હોય તો એ
આનંદ અને ખુશીનો અવસર નથી શું ?”

“સંસારિક પ્રેમ સે અપના મુંહ મત મોડ
યહ તુઝે હક તક ઉંચા ઉઠા સકતા હૈ”

“ખુદા હી સાકી હૈ, ઔર વહી શરાબ હૈ
વહી જાનતા હૈ કિ કૈસા મેરા પ્રેમ હૈ”

જલાલુદ્દીન રૂમીની કેટલી રચનોઓનો અભય ત્રિવેદીએ હિન્દીમાં અનુવાદ કરેલ છે. જેમાની એક રચના ‘બિન મેરે’ના કેટલાક અંતરા માણવા જેવા છે

इक सफर पर मैं रहा, बिन मेरे
उस जगह दिल खुल गया, बिन मेरे

वो चाँद जो मुझ से छिप गया पूरा
रुख़ पर रुख़ रख कर मेरे, बिन मेरे

जो ग़मे यार में दे दी जान मैंने
हो गया पैदा वो ग़म मेरा, बिन मेरे

मस्ती में आया हमेशा बग़ैर मय के
खुशहाली में आया हमेशा, बिन मेरे

૧૭ ડીસેમ્બર ૧૨૭૩ના રોજ કોન્યા (તુર્કી)મા અવસાન પામનાર રૂમી ૬૬ વર્ષના જીવનમાં સૂફી પરંપરાનું ઊંચ સાહિત્ય દુનિયાને આપતા ગયા છે. જલાલુદ્દીન રૂમીની કોન્યામા આવેલી મઝાર પર લખ્યું છે,
“જયારે હું અવસાન પામું ત્યારે મારા મકબરાને ઝમીન પર ન શોધશો, તેને લોકોના હદયમાં શોધશો”
તેમનું આ વાક્ય આજે પણ તેમની રચનાઓને કારણે તેમને જીવંત રાખી રહ્યું છે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s