જીવન વ્યવહાર શીખવતો ગ્રંથ : કુરાને શરીફ : ડો. મહેબૂબ દેસાઈ

ઇસ્લામના પવિત્ર ધર્મગ્રંથ કુરાને શરીફનું સર્જન હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતરેલ વહી અર્થાત ખુદાના સંદેશો દ્વારા થયું છે. જો કે એ અદેહ્સો માત્ર ધાર્મિક ન અતા. પણ તે જીવન જીવવાની કળા શીખવતા હતા. તેમાં માનવીના જીવનના ત્રણ તબક્કો માટે વિવિધ આદેશો જોવા મળે છે. બાલ્ય, યુવા અને વૃદ્ધા અવસ્થામાં માનવીના કાર્યો અને ફરજોની સુંદર તેમાં છણાવટ છે. તે અંગેની આયાતો દ્રષ્ટાંતો અને કથાઓ સાથે આપવામાં આવેલ છે. પણ આપના આલિમો તેને લોકો સુધી પહોંચાડવામાં સફળ નથી રહ્યા.
જીવનમાં વેપાર અને વ્યવહારના સ્પષ્ટ આદેશો આપવામાં આવે છે.
આ ઉપરાત તેમાં મૂલ્યો અને આધ્યત્મિક પરંપરાના પાલન માટેની પણ આયાતો જોવા મળે છે. જેમ અકે પ્રેમ, દયા, કરુણા, અહિંસા, નીતિમત્તા, સત્ય, અને સર્વધર્મ સમભાવ જેવા અનેક વિષયો અંગે પણ ચર્ચા કરવામાં આવી છે.
તેમાં કથાઓ અને દ્રષ્ટાંતો દ્વારા ધર્મ, મુલ્ય અને અધ્યાત્મિક જ્ઞાન પણ આપવામાં આવેલ છે. એ દ્રષ્ટિએ આ ગ્રંથમાં માત્ર ધાર્મિક ગ્રંથ છે. પણ જીવન વ્યવહારનું સાચું અને નૈતિક જ્ઞાન આપતો સપૂર્ણ ગ્રંથ છે.
કરકસરનો મહિમા ટાંકતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
“ખુદના સાચા બંદાએ છે જે ફૂઝુલ ખર્ચ નથી કરતા. અને કંજુસાઈ પણ નથી કરતા. પણ તેમનો ખર્ચ હંમેશા જરૂર પૂરતો જ હોય છે.”
વેપાર (તિજારત) અંગે પણ કુરાને શરીફ સુંદર હિદાતો આપવાના આવી છે,
“કોઈ વસ્તુ આપો ત્યારે તે બરાબર માપીને આપો, લોકોને ઓછી આપી નુકસાન ના કરશો. અને તોલમાં ત્રાજવાની દાંડી સીધી રાખીને તોલ કરો. અને લોકોને તેમની ખારેદેલી વસ્તુ કયારેય ઓછી ન આપો”
કુરાને શરીફમાં ત્રણ પ્રકારના પડોશીનો ઉલ્લેખ છે. એક, જે પાડોશી હોવા છતાં સગા પણ હોય. બે, પાડોશી હોય પણ સગા નહોય. ત્રણ, એવી વ્યક્તિઓ કે જે સફર, દફતર કે સંજોગોવશાત પડોશી બન્યા હોય. આ તમામ પ્રકારના મુસ્લિમ કે ગેરમુસ્લિમ પડોશીઓ સાથે સદવર્તન કરવો આદેશ આપતા કુરાને શરીફમાં કહેવામાં આવ્યું છે,
“જે માણસ અલ્લાહ અને અંતિમ દિવસ પર ઈમાન રાખતો હોય, તેણે પોતાના પાડોશીને કઈ પણ દુઃખ કે તકલીફ આપવા જોઈએ નહિ.”
હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર રમજાન માસમાં ઉતરેલ પ્રથમ વહી શિક્ષણ અને જ્ઞાનના મહત્વને વ્યકત કરે છે. તેમાં કયાંય કટ્ટરતા કે હિંસાનો ઇશારો સુઘ્ધાં નથી. એ પ્રથમ વહીમાં ખુદાએ મહંમદસાહેબ (સ.અ.વ.)ને કહ્યું હતું,
“પઢો-વાંચો પોતાના ખુદાના નામે જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદમાંથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે નહોતો જાણતો,જેનાથી તે અજ્ઞાન હતો, તે બધું તેને શીખવ્યું છે.”
એવું એક પણ પ્રાણી આ પૃથ્વી પર નથી કે જેની આજીવિકાનો ભાર ખુદા પર ન હોય. “કીડીને કાન અને હાથીને મણ” તે આપી જ દે છે. તે પ્રાણીમાત્રના નિવાસ અને અંતિમ વિશ્રામધામને પણ જાણે છે. કુરાને શરીફમાં કહ્યું છે,
“ખુદા સમગ્ર માનવજાત પર ઉપર કૃપાદૃષ્ટિ રાખવા ઇરછે છે.પણ શુદ્ર, વાસનાઓની પાછળ ભટકનાર લોકો તમે આડે માર્ગે જઈને ખુદાથી દૂર ચાલ્યા જાવ છો.”
“ધરતી પર ફસાદ ઉત્પન્ન ન કરો. અલ્લાહને પુકારતા રહો નિશ્ચિત અલ્લાહની કૃપા સારા ચારિત્ર્યવાળા લોકોની સમીપ છે.”
“જે કોઈ રજમાત્ર પણ નેકી (સદ્કાર્ય) કરશે અને જે રજમાત્ર પણ બુરાઈ કરશે, તેને સૌને ખુદા જોઈ રહ્યો છે.”
“તારો રબ(ખુદા) એવો નથી કે તે વિનાકારણ વસ્તીઓને નષ્ટ કરે.”
“અલ્લાહને શું પડી છે કે તે તમને અકારણ યાતનાઓ આપે ? જો તમે કૃતજ્ઞતા દેખાડતા રહો અને શ્રદ્ધાથી નીતિના માર્ગે ચાલતા રહો. અને જો તમે લોકોથી બદલો લો તો બસ એટલો જ લો જેટલી તમારી ઉપર બળજબરી કરવામાં આવી હોય, પરંતુ જો સબ્ર રાખો તો તે ખુદાને વધારે પસંદ છે.”
આપણે ત્યાં સલામ કે અભિવાદન કરવા માટે દરેક ધર્મ અને સમાજમાં જુદા જુદા શબ્દો વપરાયા છે. કુરાને શરીફમાં તેનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કરતા કહ્ર્વમાં આવ્યું છે,
“જયારે તમને કોઈ સલામ કરે તો તમે પણ તેને અત્યંત સારા શબ્દોમાં જવાબ વાળો. અથવા જેવા શબ્દો તેણે કહ્યા છે તેવા જ શબ્દોમાં જવાબ વાળો. અલ્લાહ દરેક બાબતોનો નિગેહબાન છે.”
આવી, માનવ જીવનને મુલ્ય નિષ્ઠ માર્ગે દોરતી આયાતોથી ભરપૂર કુરાને શરીફ અંગે ગાંધીજીએ કહ્યું છે,
“મહંમદ(સલ.) પણ ભારે કળાકાર કહેવાય. તેમનું કુરાન અરબી સાહિત્યમાં સુંદરમાં સુંદર છે. પંડિતો પણ તેને એવું જ વર્ણવે છે. એનું કારણ શું ? કારણ એ જ, કે તેણે સત્ય જોયું અને સત્ય પ્રગટ કર્યું.”

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s