પ્રાર્થના :ખુદા સાથે સંવાદ : ડૉ. મહેબૂબ દેસાઈ

૨૨ માર્ચે જલગાંવ (મહારાષ્ટ્ર )મા આવેલ ગાંધી રીસર્ચ ફાઉન્ડેશનની મુલાકાત લેવાનું બન્યું.  ગાંધીજીના જીવન કવનને સાકાર કરતુ સંપૂર્ણ કોમ્પ્યુટરરાઈઝ મ્યુઝીયમ અને ગાંધી સાહિત્યની જાળવણી સંશોધકો માટે સ્વર્ગ સમાન લાગ્યા. સંસ્થાના સ્થાપક શ્રી અશોક જૈન અને ચેરમેન પદમભૂષણ ન્યાયમૂર્તિ ચંદ્રશેખર ધર્માધિકારી દ્વારા સર્જાયેલ આ સંસ્થામાં ગાંધીજીના નિયમ મુજબ રોજ સાંજે છ વાગ્યે પ્રાર્થના સ્થાને સૌ મળે છે અને સર્વધર્મ પ્રાર્થના કરે છે. એ પછી કોઈ વક્તા કોઈ પણ એક સદવિચાર પર પાંચ-દસ મિનીટ વાત કરે છે. એ દિવસે મારા શિરે પ્રાર્થના અંગે વાત કરાવાનું આવ્યું. અને મને ગાંધીજીનો જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવી ગયો. જગન્નાથજીના દર્શન હિંદુ સિવાય કોઈ ન કરી શકે, એ નિયમને કારણે ગાંધીજી દર્શન કરવા ન ગયા. પણ મહાદેવભાઇ અને કસ્તુરબા દર્શન કરી આવ્યા. ગાંધીજી નારાજ થયા. અને તેમણે સાંજે મહાદેવભાઈને પોતાના મંત્રીપદેથી રાજીનામું આપી દેવા કહ્યું. મહાદેવભાઇ એ સાંભળી દુઃખી થઇ ગયા. આખી રાત વિચારતા રહ્યા. અંતે સવારે બાપુને રાજીનામું આપ્યું. રાજીનામું જોઈ બાપુ નરમ પડ્યા અને કહ્યું,

 

“મહાદેવ, મારો મંત્રી જ મારા વિચાર ન માને તો પછી બીજા પાસે શું અપેક્ષા રાખું ? અને પ્રાર્થના કોઈ મુરતની નથી હોતી. મુરત તો પ્રતિક છે. આપણે પ્રાર્થના તો ઈશ્વરની કરીએ છીએ. એ માટે કોઈ મંદિર કે મસ્જિતમાં જવાની જરૂર નથી”

હિંદુ ધર્મમાં જેને આપણે પ્રાર્થના કહીએ છીએ, તેને ઇસ્લામમાં દુવા કહે છે.પણબંનેનોઆઘ્યાત્મિકઅર્થએક જ છે. દુવા કે પ્રાર્થના એટલે ખુદા-ઈશ્વરસાથેભાવનાત્મકસંવાદ. મોટે ભાગે એસંવાદમાંદુ:ખ-દર્દદૂરકરવાનીઆજીજીહોય છે. મનનીમુરાદોનેપામવાનીતમન્નાહોય છે. ખુદાનેરાજીકરવાનીકોશિશ હોય છે. પણ સાચી પ્રાર્થના આ બધાથી પર છે. તેમાં કઈ પામવાનો સ્વાર્થ નથી હોતો. માત્ર ઈશ્વર કે ખુદાને યાદ કરવાનો ઉદેશ જ હોય છે. આવી નિસ્વાર્થ પ્રાર્થના જ મનની શુદ્ધિનું સાધન બને છે. વળી, આસ્થા, શ્રધ્ધા કે ઈમાન વગરની પ્રાર્થના પણ શ્વાસ વગરના શરીર જેવી છે. એક ગામમાં વરસાદની પ્રાર્થના કરવા ગામના પાદરે આખું ગામ ભેગું થયું. સૌના હાથ ખાલી હતા. પણ એક પાદરી છત્રી લઈને પ્રાર્થના કરવા આવ્યા. કારણ કે તેમને શ્રધ્ધા હતી કે તેમની પ્રાર્થના સાંભળી ઈશ્વર જરૂર વરસાદ મોકલશે. અર્થાત પ્રાર્થનામાં ઇમાન, વિશ્વાસકેઆસ્થાભળેછેત્યારેસાચી, નક્કરપ્રાર્થના કે દુવાસર્જાયછે. કુરાનેશરીફમાંફરમાવ્યુંછે,

‘મને(ખુદાને) પોકારો (દુવા કરો) હું તમને જવાબ આપીશ.’ હજરતમુહંમદબિનઅન્સારીનીવફાત (અવસાન) પછીતેમનીતલવારનામ્યાનમાંથીએકચિઠ્ઠીનીકળીહતી. તેમાંલખ્યુંહતું,

“તમે ખુદાની રહેમત (દયા)ની પળ શોઘ્યા કરો. એ પળે તમે જે દુવા કરશો તે કબૂલ થશે?” હજરતમહંમદપયગમ્બર (સ.અ.વ)એફરમાવ્યુંછે,

“દુવા (પ્રાર્થના) જ ઇબાદત (ભકિત) છે.”

હજરતઇમામસૂફિયાનફરમાવેછે,

 “અલ્લાહને તે જ બંદો (ભકત) વધુ ગમે છે. જે તેની પાસે સતત દુવા કર્યા કરે.”જોકેઈશ્વર કે ખુદાપાસેદુવામાગવાનીકેસંવાદકરવાનીપણતહઝીબછે. કુરાનેશરીફમાંફરમાવ્યુંછે,

“તમે તમારા પરવરદિગાર પાસે કરગરીને, આજીજીપૂર્વક, નમ્રતાથી, ધીમેથી દુવા માગો.” ઇસ્લામીગ્રંથોમાંદુવામાગવામાટેનોઉત્તમસમયપણઆપવામાંઆવ્યોછે. એમુજબનમાજમાટેઅઝાનથાયએપછીદુવામાગો.અઝાનઅનેતકબીરદરમિયાનદુવામાગો.ફર્ઝ, નમાજપછીદુવામાગો.કુરાનેશરીફનીતિલાવત (વાંચન) પછીદુવામાગો.આબેઝમઝમનાઆચમનપછીદુવામાગો.કાબાશરીફનાદીદાર (દર્શન) પછીદુવામાગો.આઉપરાંતહજયાત્રાએજતાહાજી સાહેબોએપવિત્રસ્થાનોજેવાંકેકાબાશરીફનીપરિક્રમા (તવાફ) સમયે, ખુદાનાઘર (બયતુલ્લાહ)નીઅંદર, આબેઝમઝમનાકૂવાપાસે, મકામેઇબ્રાહીમપાછળ, અરફાતનામેદાનમાં, ૯ઝિલહજનાદિવસેમીનામાં, હજરતમહંમદપયગમ્બર (સ.અ.વ)નારોઝામુબારકપાસેખાસદુવામાંગવીજોઈએ. આસ્થાનોમાંદુવામાંગવાથી તેઅવશ્યકબૂલથાયછે.દુવાનાસ્થળજેટલીજમહત્તાદુવાનીપદ્ધતિનીછે. દુવાકેવીરીતેમાગવી, એપણઇસ્લામગ્રંથોમાંસવિસ્તારઆપવામાંઆવ્યુંછે. જેમાંનોંધપાત્રબાબતોનીચેમુજબઆપીશકાય.દુવાહંમેશાંકિબલાતરફમોંરાખીનેજકરો.દુવાકરતાસમયેઅવાજધીમોઅનેનમ્રરાખો.હેસિયતથીવધુદુવાનમાગો.દુવાશકયતેટલીટૂંકમાં, સંક્ષિપ્તમાંમાગો.દુવાયકીન, વિશ્વાસસાથેકરો.દુવાકરતાપહેલાંભૂલોનીમાફીમાગો. ખુદાનેતેગમેછે.સિજદામાંદુવાકરવીવધારેયોગ્યછે.દુવાસદ્કાર્યો, આમાલોઅનેપોતાનીનાની-મોટીનૈતિકજરૂરિયાતોમાટેકરો. કોઈનુંબૂરુંકરવાકેઅનૈતિકબાબતોમાટેકયારેયદુવાનમાગો.દુવામાંભાષામહત્ત્વનીનથી. એકાગ્રતા, આજીજીઅનેવિશ્વાસ (ઇમાન) મહત્ત્વનાંછે. ગમેતેભાષામાંદુવાકરો. ખુદાબંદાનીદરેકભાષાસમજેછે. આલીમોએદુવાકબૂલથવાનાચારપ્રકારોઆપ્યાછે.કેટલીકદુવાઓતેજસમયેકબૂલથઈજાયછે.કેટલીકદુવાઓસમયપાકયેજકબૂલથાયછે.કેટલીકદુવાઓનોબદલોઅન્યનેમળેછે. જયારેદુવાકરનારનેઆખિરતનાદિવસેતેનોબદલોમળેછે.  કેટલીકદુવાઓઆજીવનમાંકબૂલથતીનથીપણતેઆખિરતમાંકબૂલથાયછે.ટૂંકમાંદુવા કે પ્રાર્થનાએખુદા-ઈશ્વરસાથેનોજીવંતસંવાદછે. તેનેજેટલોસરળ, નમ્ર, આત્મીયઅનેવિશ્વસનીયબનાવીશકાયતેટલોબનાવો. દુવા કે પ્રાર્થના માટે સ્થળ, સમય કે રીતે એકાગ્રતા કેળવવા માટે હોય છે. જો તમે એ વગર પણ ખુદા સાથે એકાગ્રતા સાધી શકતા હો તો સ્થળ, સમય કે રીતે ગૌણ છે. અંતેતોખુદા-ઈશ્વર તેના બંદાને  આપવાતત્પર હોય છે, બસબાઅદબઅને એકાગ્રચિત્તે માગનારનીજરૂરછે.

Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s