વ્યાજ મુક્ત ઇસ્લામિક બેંકો : ડૉ. મહેબૂબ દેસાઈ

વિશ્વની તમામ બેંકો વ્યાજ ઉપર ચાલે છે. ધંધા રોજગાર માટે કે જીવન જરૂરિયાત માટે વ્યાજે નાણાં ધીરવા અને બેંકમાં નાણા મુકનાર ખાતેદારને તેમના નાણાં કે થાપણ ઉપર વ્યાજ આપવું. એ આજે દરેક બેંકનો મુખ્ય વ્યવસાઈ બની ગયો છે. અર્થાત આજની બેન્કિગ વ્યવસ્થાના કેન્દ્રમાં વ્યાજ છે. નફા અને વિકાસ માટે વ્યાજ લેવું કે આપવું આજની બેંકો માટે અનિવાર્ય બની ગયુ છે. આવા સંજોગોમાં વિશ્વના આર્થિક પ્રવાહથી સંપૂર્ણ ભિન્ન વ્યાજ મુક્ત બેંકો સ્થાપવી અને ચલાવવી એ એક આશ્ચર્યકારક ઘટના છે. આમ છતાં આજે વિશ્વના અનેક દેશોમાં વ્યાજ મુક્ત બેંકો અસ્તિત્વમાં છે, અને તેની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. એ વિચાર આર્થિક વિશ્વમાં ક્રાંતિકારી સમો છે.

વ્યાજ મુક્ત બેન્કિગ પ્રથાનો વિચાર વિશ્વને ઇસ્લામની દેન છે. ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાન-એ-શરીફ અને શરીયતના કાનુન મુજબ વ્યાજ અર્થાત “રીબા” લેવું કે આપવું ગુનાહ છે.

કુરાન-એ-શરીફમા કહ્યું છે,

“ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે, પણ વ્યાજ (રીબા)પર સખ્ત પ્રતિબંધ મુક્યો છે”

“અને રીબા (વ્યાજ ) કે જે લોકો પોતાના માલને વધારવાના હેતુથી વ્યાજ લે છે કે આપે છે, તે અલ્લાહ પાસે  પોતાના માલમાં કઈ જ વધારો કરી શકતા નથી. પણ અલ્લાહની ખુશી માટે જે ખેરાત (દાન) આપે છે એવા જ લોકો પોતાના માલ અને સવાબને વધારનાર છે”

“હે ઈમાનવાળાઓ, બમણું, ચોગુનું વ્યાજ ન ખાઓ. અને અલ્લાહથી ડરો કે જેથી તમે સફળ થાઓ”

“ખુદાએ વેપારને પ્રાધાન્ય આપ્યું છે, પણ વ્યાજ પર સખ્ત પ્રતિબંધ મુક્યો છે”

આમ ઇસ્લામિક આર્થિક વ્યવસ્થા મુજબ વ્યાજ આપતી બેન્કોમાં પૈસા મુકવા કે વ્યાજે કર્ઝ લેવું ઇસ્લામમાં હલાલ નથી. પરિણામે ઇસ્લામિક વિદ્વાનોએ વ્યાજ મુક્ત આર્થિક વ્યવહાર ઉપર સંશોધન કરવાનો આરંભ કર્યો. ઇ.સ. ૧૯૪૫મા મિર્ઝા બશીર ઉદ્-દિન મહેમુદે સૌ પ્રથમવાર ઇસ્લામિક અર્થશાસ્ત્ર પર એક વિશદ ગ્રંથ “નિઝામે નઉ” લખ્યો. તેમાં તેમણે ઇસ્લામિક અર્થ વ્યવસ્થાના ભાગ રૂપે ઇસ્લામિક બેંકોની સ્થાપનાનો વિચાર વ્યક્ત કર્યો હતો. એ પછી તેમણે ઈ.સ. ૧૯૪૫મા

“ઇસ્લામકા નિઝામી ઇક્તીસાદ” નામક ગ્રંથમા ઇસ્લામિક બેંક અંગેના ઉદેશો અને તેની કાર્ય પદ્ધતિઓનો પરિચય આપ્યો. આ વિચારને કેન્દ્રમાં રાખી મોહંમદ હમીદુલ્લાએ “ઇક્તીસાદ” અર્થાત મારું અર્થતંત્ર નામકા ગ્રંથ લખ્યો. જેમા ઇસ્લામિક બેંકના વિચારને વધુ દ્રઢ કરવામાં આવ્યો. આ વિચાર પર ગહન ચર્ચા વિચારણા કરવા ઇસ્લામિક રાષ્ટ્રોની કરાંચી (૧૯૭૦), ઈજીપ્ત (૧૯૭૨), લંડન (૧૯૭૭)મા આંતર રાષ્ટ્રીય કોન્ફરન્સો મળી. તેના પરિણામે સ્વરૂપે ૨૦ ઓક્ટોબર ૧૯૭૫મા”ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેંક” નામક એક સંસ્થાની સ્થાપના જીદ્દાહ (સાઉદી અરેબિયા)મા કરવામાં આવી. હાલ તેના પ્રેસીડન્ટ અહેમદ મોહંમદ અલી અલ મદની છે. “ઇસ્લામિક ડેવલોપમેન્ટ બેંક”નો મુખ્ય ઉદેશ વિશ્વમાં વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કોની સ્થાપના કરવી, અને ઇસ્લામી કાનુન મુજબ વિશ્વના મુસ્લિમ સમાજનો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસ કરવા જરૂરી ફંડ પૂરું પાડવું.

ઈ.સ. ૧૯૭૬મા જોર્ડનના ડૉ. સેમી હુસૈન હોમોદ નામના અર્થશાસ્ત્રીએ “ઇસ્લામિક બેન્કિંગ” વિષય પર પીએચ.ડી.ની પદવી મેળવી. અને પછી તેમણે જોર્ડનમાં સૌ પ્રથમ “જોર્ડન ઇસ્લામિક બેંક”ની સ્થાપના કરી.  આજે વિશ્વના અનેક રાષ્ટ્રોમાં વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કોનો આરંભ થયો છે. દુબઈ, સાઉદી અરબિયા, જોર્ડન, અમેરિકા, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, પેલેસ્ટિન, યમન, ઇન્ડોનેશિયા, સીરિયા, ફિલીપાઇન્સ, ઈરાન, ઈરાક, લિબિયા, અલ્જેરિય, કુવેત, તુર્કી  જેવા અનેક રાષ્ટ્રોમાં વ્યાજ મુકત ઇસ્લામિક બેંકો કાર્યરત છે. જેમાં ઈરાનની ઈરાનીયન બેંક, મેલ્લી ઈરાન, સાઉદી એરીબીયાની અલ રીજાહી બેંક અને બેંક મિલ્લત, બેંક સદારત ઈરાન અગ્ર છે. આ બેન્કોની સરેરાસ વાર્ષિક આવક જાવક ૪૫.૫ કરોડ છે.

જેમાં વ્યાજ આપવા કે લેવામાં આવતું નથી. ભારતમાં ઇસ્લામિક બેંકના વિચારને હાલમાં રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયએ માત્ર કેરળ રાજ્યમાં સૈદ્ધાંતિક રીતે સ્વીકારેલ છે. જો કે ઇસ્લામના કાનુન મુજબની કોઓપરેટીવ બેંકો ભારતમાં અસ્તિત્વમાં છે. જેમ કે મુંબઈમા ઈ.સ.૧૯૮૪-૮૫મા

“ઓલ ઈન્ડિયા કાઉન્સીલ ઓફ મુસ્લિમ ઇકોનોમિક અપલીફ્મેન્ટ” નામક સંસ્થા દ્વારા માત્ર ૨૫૦૦૦ હજારની મૂડીથી આરંભાયેલ “બેતુલ્માલ કૉ. ક્રેડીટ સોસાયટી” મુસ્લિમ સમાજના વ્યાજ મુક્ત નાણાઓનો ઉપયોગ સામાજિક ઉન્નતી માટે કરે છે.  

આવી વ્યાજ મુક્ત ઇસ્લામિક બેન્કના મુખ્ય લક્ષણો જાણવા અને માણવા જેવા છે. જે નીચે મુજબ છે,

ઇસ્લામિક બેંકમાં કોઈ પણ થાપણદાર વ્યાજ મેળવવાના હેતુથી બેંકમા નાણાં મુકતો નથી. કારણ કે ઇસ્લામિક બેંક કોઈ પણ થાપણદારને તેની થાપણ પર વ્યાજ આપતી નથી.

  1.  ઇસ્લામિક બેંક કુરાને શરીફ અને શરીયતના કાયદા, સિદ્ધાંતો અને માર્ગદર્શન મુજબ કાર્ય કરે છે.
  2.  ઇસ્લામિક બેંકમાં ઇસ્લામના કાનુન મુજબના કોઈ પણ હલાલ અર્થાત નૈતિક ઉદેશ માટે આપવામાં આવતા કર્ઝ કે લોન પર પર વ્યાજ લેવામાં આવતું નથી.
  3. ઇસ્લામિક બેંકમાં મુકવામાં આવતી કોઈ પણ પ્રકારની થાપણ કે નાણા ઉપર કોઈ ઉપર પ્રકારનું વ્યાજ આપવામાં આવતું નથી.
  4.  ઇસ્લામિક બેંકના ખાતેદાર બેંકના ભાગીદાર હોય છે. તેથી તેઓ બેંકના નફા નુકસાનના  ભાગીદાર હોય છે. થાપણ પરના વ્યાજના હક્કદાર હોતા નથી.
  5.  જેટલી રકમ ખાતેદાર બેંકમા મુકે છે તેટલી જ રકમ ખાતેદાર પરત મેળવવાને અધિકારી છે.
  6.  ઇસ્લામિક બેંક અન્ય બેંક જેમ જ વ્યવસાય માટે કર્ઝ આપે છે. પણ ઇસ્લામે દર્શાવેલ હરામ અર્થાત અનૈતિક કાર્યો માટે ઇસ્લામિક બેંક કર્ઝ કે લોન આપતી  નથી. જેમ કે દારૂના વ્યવસાય કે તેની સાથે સંકળાયેલ કોઈ પણ બાબત માટે ઇસ્લામિક બેંક કર્ઝ (લોન) આપતી નથી. કારણ કે ઇસ્લામમાં દારૂ પીવો,  પીવડાવવો કે તેની કોઈ પણ બાબત સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાવું એ મોટો ગુનોહ છે.
Advertisements

Leave a comment

Filed under Uncategorized

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s